પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા 'સલામતી સપ્તાહ'ની ઉજવણી કરાઈ
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી ''સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન હેઠળ પો
પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા'સલામતી સપ્તાહ'ની ઉજવણી કરાઈ.


પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા'સલામતી સપ્તાહ'ની ઉજવણી કરાઈ.


પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા'સલામતી સપ્તાહ'ની ઉજવણી કરાઈ.


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી 'સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વર્તુળ કચેરી અને તેના હેઠળની વિવિધ વિભાગીય તથા પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

સલામતી સપ્તાહ દરમિયાન વીજ અકસ્માતોની રોકથામ માટે પીજીવીસીએલના કર્મચારીઓ માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વીજ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓના કર્મચારીઓને વીજ સલામતી અંગે સેફ્ટી ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેમજ અધિકારીઓ દ્વારા સલામત કામગીરી અને વીજ અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાહેર જનતામાં વીજ સલામતી અને વીજ બચત અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વીજ સલામતી અને વીજ બચત વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પોરબંદર શહેરમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન નાગરિકોને વીજ સલામતીના નિયમો અને વીજ બચત અંગે માહિતગાર કરતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલીમાં પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર, પોરબંદર ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર, પોરબંદર શહેર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીનો પ્રારંભ વર્તુળ કચેરી, પોરબંદરથી થઈ રેલવે સ્ટેશન રોડ, બાલુબા સ્કૂલ ફુવારા, સ્વાગત હોટલ, રામટેકરી રોડ થઈ ફરી વર્તુળ કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.

પીજીવીસીએલ દ્વારા ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને વીજ થાંભલા, ડિસ્ટ્રિબ્યુશન બોક્સ, ટ્રાન્સફોર્મર અને વીજ લાઈનથી સુરક્ષિત અંતર જાળવવા, વીજ થાંભલા સાથે પશુઓ બાંધવા નહીં તેમજ વીજ નેટવર્ક સાથે કપડાંની દોરી બાંધવી નહીં તેવી સલાહ આપવામાં આવી છે. ભીના હાથે વીજ ઉપકરણો કે સ્વિચબોર્ડને સ્પર્શ ન કરવો તેમજ વીજ લાઈન અથવા ટ્રાન્સફોર્મર નજીક વાહનો પાર્ક ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

જો ક્યાંય જમીન પર વીજ વાયર પડેલો જોવા મળે અથવા કોઈ વીજ ઉપકરણ જોખમી સ્થિતિમાં જણાય તો તેને અડવું નહીં અને તાત્કાલિક નજીકની પીજીવીસીએલ કચેરીનો સંપર્ક કરવો અથવા કસ્ટમર કેર સેન્ટરના ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800 233 155 333 પર જાણ કરવા પીજીવીસીએલ દ્વારા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande