પોરબંદરના ઓવરબ્રિજ પર સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક આવેલા ઓવરબ્રિજ પર બુધવારે એક દોડતા સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં રસ્તા પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ આસપાસથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક લ
પોરબંદરના ઓવરબ્રિજ પર સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી.


પોરબંદરના ઓવરબ્રિજ પર સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી.


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના નરસંગ ટેકરી નજીક આવેલા ઓવરબ્રિજ પર બુધવારે એક દોડતા સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં રસ્તા પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ આસપાસથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સદનસીબે સ્કૂટર ચાલકે સમયસર વાહન ઊભું રાખી સુરક્ષિત રીતે નીચે ઉતરી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઘટનાની જાણ થતાં જ પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ કોઈ વિલંબ કર્યા વગર પાણીનો મારો ચલાવી સ્કૂટરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ સંપૂર્ણપણે બુઝાવી દેતાં ઓવરબ્રિજ પર વધુ નુકસાન થતું અટક્યું અને અન્ય વાહનોને પણ કોઈ અસર પહોંચી નહોતી. આગ લાગવાના કારણે થોડા સમય માટે ઓવરબ્રિજ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. જોકે ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી સ્થિતિ ઝડપથી સામાન્ય બનાવી દેવામાં આવી હતી. આગમાં સ્કૂટરને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક માહિતી મુજબ સ્કૂટરમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande