પોરબંદર જિલ્લામાં મેઘરાજા રૂઠતાં ચિંતાનો માહોલ
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા પંથક સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.ખેડૂતો લાંબા સમયથી વાવણીલાયક
પોરબંદર જિલ્લામાં મેઘરાજા રૂઠતાં ચિંતાનો માહોલ


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા પંથક સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.ખેડૂતો લાંબા સમયથી વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

વરસાદના અભાવે અનેક ખેતરોમાં હજુ સુધી વાવણી શરૂ થઈ શકી નથી, જ્યારે કેટલાક ખેડૂતો દ્વારા મગફળી અને કપાસના આગોતરા કરવામાં આવેલા વાવેતરને પણ હવે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો વાવણી વધુ મોડી થવાની સાથે ઉત્પાદન પર પણ સીધી અસર પડી શકે છે. ખાસ કરીને મગફળી, કપાસ, સહિતના પાકનું વાવેતર વરસાદ પર નિર્ભર હોવાથી ચિંતા વધી રહી છે.ખેડૂતોએ જણાવ્યું કે ચોમાસાની સિઝન શરૂ થયા છતાં મેઘરાજા આ વર્ષે રૂઠ્યાં હોય તેમ હજુ સુધી સારો વાવણી લાયક વરસાદ નહીં વરસતા વાવણી કાર્યમાં વિલંબ થી રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો આગોતરા વાવેતર કરેલા પાકને પણ નુકસાન થવાની તેમજ ચાલુ ચોમાસાની સિઝન ખેડૂતો માટે નિરાશાજનક રહેવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande