સમીમાં રિક્ષાઓને યુનિક નંબરવાળા સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમી પોલીસ સ્ટેશન દ્વારા પેસેન્જર રિક્ષાઓ પર યુનિક નંબરવાળા સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ રિક્ષાઓની સરળ ઓળખ સુનિશ્ચિત કરવાનો તેમજ મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. સ્ટીકર પર પોલીસ ક
સમીમાં રિક્ષાઓને યુનિક નંબરવાળા સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમી પોલીસ સ્ટેશન દ્વારા પેસેન્જર રિક્ષાઓ પર યુનિક નંબરવાળા સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ રિક્ષાઓની સરળ ઓળખ સુનિશ્ચિત કરવાનો તેમજ મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. સ્ટીકર પર પોલીસ કંટ્રોલ રૂમનો 112 નંબર અને દરેક રિક્ષા માટે અલગ યુનિક નંબર દર્શાવવામાં આવ્યો છે.

આ કામગીરી પીએસઆઈ એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મહેન્દ્રભાઈ, વિપુલભાઈ અને રવિભાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. યુનિક નંબરના આધારે કોઈપણ રિક્ષાની ઓળખ ઝડપથી કરી શકાશે, જેથી કોઈ ફરિયાદ અથવા આપાતકાલીન પરિસ્થિતિમાં પોલીસને કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.

પોલીસનું માનવું છે કે આ પહેલથી મુસાફરોમાં સુરક્ષાની ભાવના વધશે અને રિક્ષા વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે. સ્થાનિક રિક્ષાચાલકો અને નાગરિકોએ પણ આ કામગીરીને આવકારી છે અને તેને જાહેર સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande