
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રાજા ઓઈલ મિલ સામે આવેલા ગોડાઉનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી અંદાજે રૂ. 82,338ના ઇલેક્ટ્રિકલ સામાનની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ કુછડી ગામ નજીક યુનિક રિસોર્ટ પાસે રહેતા અને ખાનગી નોકરી કરતા સંદીપભાઈ કેશુભાઈ કુછડીયાના ગોડાઉનમાં અજાણ્યા શખ્સે પાછળની બાજુ આવેલી રસોડાની બારી મારફતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદર રાખેલો કિંમતી ઇલેક્ટ્રિકલ સામાન ચોરી કરી નાસી છૂટ્યો હતો. ચોરી થયેલા મુદ્દામાલમાં FINOLEX કંપનીના વિવિધ સાઇઝના કોપર વાયરનાં બંડલ, HI-FI કંપનીની મોડ્યુલર પ્લેટ, SP MCB, DP MCB અને સ્વીચો સહિત કુલ રૂ. 82,338નો સામાન સામેલ છે.
આ બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી ચોરી કરનારને ઝડપી પાડવા અને મુદ્દામાલની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya