ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક આવેલા રેતીના પ્લાન્ટ પર કરંટ લાગવાની દુર્ઘટનામાં ટ્રક ચાલકનું મોત
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક આવેલા રેતીના પ્લાન્ટ પર કરંટ લાગવાની દુર્ઘટનામાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના આશરે 25 વર્ષીય કિશનજી ભેમાજી ઠાકોર તરીકે થઈ છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમા
ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક આવેલા રેતીના પ્લાન્ટ પર કરંટ લાગવાની દુર્ઘટનામાં ટ્રક ચાલકનું મોત


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામ નજીક આવેલા રેતીના પ્લાન્ટ પર કરંટ લાગવાની દુર્ઘટનામાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના આશરે 25 વર્ષીય કિશનજી ભેમાજી ઠાકોર તરીકે થઈ છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ કિશનજી રેતીના ઢગલા પર ચડીને રેતી સરખી કરી રહ્યા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ લાઈનનો અચાનક સ્પર્શ થતાં તેમને ગંભીર કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મહેસાણાની હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કિશનજીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચાણસ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande