શહેરના ઘુમામાં સોસાયટીના, પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવી 1 કરોડની લોન કૌભાંડ
અમદાવાદ,09 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં એક સોસાયટીના પ્લોટના ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરી બરોબર લોન લેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્લોટના માલિકનો દીકરો પ્લોટ પર પહોંચતા જાણ થઈ હતી. તપાસ કરતા ચાર શખસોએ સોસાયટીના ચેરમેનની ખોટ
શહેરના ઘુમામાં સોસાયટીના, પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવી 1 કરોડની લોન કૌભાંડ


અમદાવાદ,09 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં એક સોસાયટીના પ્લોટના ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરી બરોબર લોન લેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્લોટના માલિકનો દીકરો પ્લોટ પર પહોંચતા જાણ થઈ હતી. તપાસ કરતા ચાર શખસોએ સોસાયટીના ચેરમેનની ખોટી સહી અને સિક્કા મારીને બનાવટી એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટ બનાવ્યા હતા.

જે અંગે વૃદ્ધાએ બોપલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.સિંધુભવન રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધા ભાનુબેન પટેલે બોપલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે કે, ઘુમા ગામના શ્રી વ્રજશ્યામ સોસાયટીમાં તેમનો પ્લોટ આવેલ છે.ભાનુબેને આ પ્લોટ ડિસેમ્બર 2020માં અગાઉના માલિક પાસેથી વેચાણ રાખ્યો હતો. 9 માર્ચના રોજ તેમનો દીકરો પ્લોટ પર આંટો મારવા ગયો ત્યારે ત્યાં ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડની નોટિસ લાગેલી જોઈ હતી.

આ પછી ડિજિટલ દસ્તાવેજો કઢાવી તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીઓ કમલેશ અને દિપકે વર્ષ 1999નો ખોટો એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવ્યા હતા.

આ બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી, આરોપી નિર્મલ બાલાણીએ એપ્લિકન્ટ અને ભાવેશ બાલાણીએ કો-એપ્લિકન્ટ તરીકે સહીઓ કરી 31 ઑક્ટોબર, 2023ના રોજ ફાઇનાન્સ કંપનીમાં વૃદ્ધાનો પ્લોટ ગીરો મૂકી 1 કરોડની લોન લીધી હતી. આ તમામ રૂપિયા આરોપીઓએ વાપરી નાખી હતા. આમ વૃદ્ધાને જાણ થતા આ અંગે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande