
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી એસ.ઓ.જીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોરબંદર જિલ્લા એસઓજીની ટીમે ગેરકાયદે હથિયારો સામે કાર્યવાહી કરતાં એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડી વીરડી પ્લોટ, રજા પાનની ગલી, ફેઝલ ખાનના મકાન પાસે રહેતા સબીર કાસમ મન્સૂરી પિંજરાને ઝડપી પાડ્યો હતો.
આરોપીને બોખીરા વિસ્તારમાં સતીઆઈના મંદિરના પાછળના ભાગેથી ઝડપી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, કુલ અંદાજે રૂ. 25,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે ઉદ્યોગનગર પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya