

અમદાવાદ, 09 જુલાઇ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને દેશના સૌથી આધુનિક રેલવી સ્ટેશનમાંથી એક જેની ગણના થશે તેવા રાજ્યના સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે.
કાલુપુર રેલવે સ્ટેશનની સાથે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં મુસાફરોની અવાર-જવરને ધ્યાનમાં રાખી સરસપુર પ્લેટફોર્મ નંબર 12 તરફ કાલુપુર રેલવે સ્ટેશનને જોડતા હયાત 12 મીટરના રોડને 30 મીટર કરવા અંગેની દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે.
સરસપુર રેલવે સ્ટેશન પાસે ડબ્બા બજારથી લઈને સરસપુર ગુરુદ્વારા ત્રણ રસ્તા સુધી ગુરુદ્વારા, મંદિર મસ્જિદ અને રહેણાંક મકાનો તેમજ દુકાનો સહિત રોડ કપાતમાં આવતી 184 મિલકતોને છેલ્લી નોટિસ આપવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ રોડલાઇનનો અમલ કરવામાં આવશે.
આ રોડ લાઈનના અમલીકરણને લઈને સરસપુરના ગુરુદ્વારાના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલને મળીને રજૂઆત કરી હતી. ગુરુદ્વારાનો ભાગ પણ ફાતમા આવે છે જો કે આખું બિલ્ડીંગ છે અને તેમાં જુઓ આઠથી દસ મીટર જેટલી કપાત થશે તો ગુરુદ્વારાના સ્ટ્રકચરને પણ નુકસાન થઈ શકે છે. જેથી, આ કપાત ઓછી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અગાઉ દરખાસ્ત થઈ ચૂકી છે અને ભવિષ્યના બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ટ્રાફિકના અવર-જવરને ધ્યાનમાં રાખી આ રોડ લાઈન અમલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને દરખાસ્તને મંજૂરી અપાય એવી શક્યતા છે.
અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન અને કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવનારા લોકો માટે સરસપુર તરફ ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી કાલુપુર બ્રિજ ત્રણ રસ્તાથી ગુરુદ્વારા થઈને સરસપુર રેલવે સ્ટેશન 12.20 મીટરના રોડને 30 મીટર પહોળો કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2006માં દરખાસ્ત કરાઇ હતી. 700 મીટર સુધીના રોડ ઉપર 184 જેટલી મિલકતો આવે છે, જેમાં સરસપુરના ગુરૂદ્વારાનો પણ સમાવેશ થાય છે.આ રોડ લાઈનના અમલીકરણને ધ્યાનમાં રાખીને સ્થાનિકો પાસે વાંધા સુચન મંગાવવામાં આવ્યા હતા અને નોટિસો આપવામાં આવી હતી.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, તેમને કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અપાઇ નથી. કુટુંબ પરિવારના સભ્યો રહેણાંક વિનાના થઇ જશે. આ મામલે કોર્ટમાં કેટલાક રહીશોએ કેસ પણ કર્યો છે. સરસપુરથી આઇટીઆઇ સુધીના રસ્તામાં વર્કશોપ, સિક્યોરીટી કેબીન, ઓફિસ બિલ્ડીગ સહિતના બાંધકામ આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વળતર જે આપવામાં આવે તે પારદર્શક અને નિયમ પ્રમાણે આપવામાં આવવું જોઇએ. કેટલીક મિલકત દસ્તાવેજવાળી છે.
ગુરૂદ્વારા દ્વારા એવી રજૂઆત થઇ હતી કે, 1960થી આ સ્થળે ગુરૂ દ્વારા છે. લોકો અહી લંગરમાં મોટી સંખ્યામાં ભોજન લે છે. આ વિસ્તાર આ ધાર્મિક ઝોનને કારણે ઓળખાય છે. આ બિલ્ડીંગમાં સહેજ પણ કપાત કરવામા આવે તો સ્ટ્રક્ચરને મોટુ નુકશાન થઇ શકે તેમ છે. ગુરૂદ્વારા દ્વારા શાળા પણ ચલાવાય છે જેન કારણે બાળકોને પણ નુકશાન થશે.
પીરશાહ મહમ્મદ રોઝા દ્વારા રજૂઆત કરાઇ હતી કે, મસ્જીદ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.1430 મીટરનો વિસ્તાર છે. આ પુરાતત્વીય મિલકત છે,અનેક લોકો અહી બંદગી માટે આવે છે.
મસ્જીદ સામે 15 ફુટની જગ્યા છે તે કોર્પોરેશન ઉપયોગ કરી શકે છે. માણેકલાલ હરીલાલ મીલની ચાલીની રહીશોએ વૈકલ્પીક વ્યવસ્થા આપવા પણ સુચન કર્યું છે. જોકે આ તમામ દરખાસ્તોને મંજૂર નહીં રાખી 184 જેટલી મિલકતો ને કપાત કરવામાં આવે એવી દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ