સુરત જિલ્લામાં 4 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતરઃ જિલ્લા કલેકટર તેજસ પરમાર
સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા ''રેડ એલર્ટ'' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની
Surat


સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે આજે સવારે વધુ એક વખત વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ અને ભારે વરસાદથી લોકોને સુરક્ષિત રાખવા અંબિકા નદી કિનારાના ગામો તેમજ અન્ય અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી 4,000 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અંગે કલેક્ટરએ છેલ્લા 24 કલાકની સ્થિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ આશરે 8 ઈંચ વરસાદ થયો છે. જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ (અંદાજિત 22.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં પણ 5 થી 12 ઈંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં આશરે 5 થી 6 ઈંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આઈસોલેટેડ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સવારે વરસાદનું જોર થોડું ઘટી જતાં રાહત અનુભવાઈ હતી, પરંતુ સવારે 10:00 વાગ્યાથી ફરી તમામ તાલુકાઓમાં સતત વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લામાં 'રેડ એલર્ટ' હોવાથી તંત્ર સતર્ક છે.

સુરત શહેરની તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. ગઈકાલે કેટલીક ખાડીઓમાં જળસ્તર વધ્યું હતું, પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફીટ છે, જેની સામે વર્તમાન પાણીની સપાટી 320 ફીટ નોંધાઈ છે. આમ, ડેમ અને નદીઓમાં હાલ પૂરતો જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં છે., 01 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે આજે સવારે વધુ એક વખત વિગતો આપતા જણાવ્યુ

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande