મોટા વરાછામાં 40 મીટર જેટલા રસ્તાનું ધોવાણ થતાં તંત્ર દોડતું
સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.) સુરત શહેરમાં આજે પણ સવારથી સતત વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવા પામી છે. બે દિવસનાં રેડ એલર્ટ વચ્ચે આજે સવારથી શહેરનાં અલગ - અલગ ઝોનમાં નોંધપાત્ર વરસાદ વચ્ચે અબ્રામા, વેલંજા સહિતનાં નિચાણવ
મોટા વરાછામાં 40 મીટર જેટલા રસ્તાનું ધોવાણ થતાં તંત્ર દોડતું


સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.) સુરત શહેરમાં આજે પણ સવારથી સતત વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવા પામી છે. બે દિવસનાં રેડ એલર્ટ વચ્ચે આજે સવારથી શહેરનાં અલગ - અલગ ઝોનમાં નોંધપાત્ર વરસાદ વચ્ચે અબ્રામા, વેલંજા સહિતનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વધુ 240 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સિવાય મોટા વરાછા ખાતે રિવર સાઈડ રોડ પર ધોવાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલમાં આ સ્થળે બેરિકેડિંગ કરીને 250 જેટલા વાહનોને સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવયા હતા.

શહેરમાં રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને રેસક્યુ ઓપરેશન અને સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અલબત્ત, આજે સવારે અબ્રામા, વેલંજા, ઉમરા અને કઠોર ગામમોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક 240થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરીને વેલંજા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલ રિલીફ સેન્ટર ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આજે સવારે મોચા વરાછા ખાતે આવેલ સવજી કોરાટ બ્રિજ પાસે તાપી નદી કિનારા પર અંદાજે 40 મીટરનો રસ્તાનું ધોવાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. રસ્તાનું ધોવાડ થવાની સાથે મોટી તિરાડો પડવાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોનાં જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને આ રસ્તા પરથી પસાર થતાં વાહનોને ડાયવર્ટ કરવામાં આવતાં સંભવિત અકસ્માતની સ્થિતિ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande