બાબરાના રાણપરમાં સીમચોરીનો ભેદ ઉકેલાયો, CCTVની મદદથી આરોપી મુન્નાભાઈ ચુડાસમા મુદ્દામાલ સાથે ઝડપાયા
અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાણપર ગામે થયેલી સીમચોરીના ગુનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપી મુન્નાભાઈ ચુડાસમાની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્
બાબરાના રાણપરમાં સીમચોરીનો ભેદ ઉકેલાયો, CCTVની મદદથી આરોપી મુન્નાભાઈ ચુડાસમા મુદ્દામાલ સાથે ઝડપાયા


અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.)

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાણપર ગામે થયેલી સીમચોરીના ગુનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપી મુન્નાભાઈ ચુડાસમાની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે આરોપીની ઓળખ કરવામાં સફળતા મળી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ગુનાને લગતી મહત્વની વિગતો પણ સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ કામગીરીમાં સ્થાનિક પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. સીસીટીવી ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાતા ગ્રામજનોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી.

પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. સાથે જ ગ્રામજનોને પોતાના ઘરો અને ખેતર વિસ્તારમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા તથા કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande