અંબિકા નદીનાં જળસ્તરમાં પણ વધારો થતાં નિચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૂ
સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): છેલ્લા 24 કલાકમાં જિલ્લાનાં અંબિકા સહિત અલગ - અલગ તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે સવારથી કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજે સવારથી જિલ્લા કલેકટર તેજસ પરમાર દ્વારા કીમ નદીની સપ
અંબિકા નદીનાં જળસ્તરમાં પણ વધારો થતાં નિચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૂ


સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): છેલ્લા 24 કલાકમાં જિલ્લાનાં અંબિકા સહિત અલગ - અલગ તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે સવારથી કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજે સવારથી જિલ્લા કલેકટર તેજસ પરમાર દ્વારા કીમ નદીની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી છે અને હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને તાકિદ કરવામાં આવી છે. બીજી તરફ હાલની સ્થિતિને ધ્યાને રાખીને કીમ નદીનાં પાણી ઓલપાડ અને માંગરોળ તાલુકાનાં નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરની પણ તાકીદ કરવામાં આવી છે.

બે દિવસનાં રેડ એલર્ટ વચ્ચે જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે પણ સવારથી મેઘરાજાની સવારી અવિરત જોવા મળી છે અને અલગ - અલગ તાલુકાઓમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અલબત્ત, જિલ્લામાંથી પસારથી થતી કીમ નદીએ આજે સવારથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર દોડતું થઈ ગયું છે. કીમ નદીનાં જળસ્તરમાં સતત વધારો થતાં ઓલપાડ અને માંગરોળનાં નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. કીમ નદીનાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલ ગામોમાં પાણી ફરી વળતાં તંત્ર દ્વારા હાલનાં તબક્કે બંને તાલુકાઓમાં એક - એક એસડીઆરએફની ટીમની સાથે સ્થાનિક પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, ગઈકાલ રાતથી ઓલપાડ અને માંગરોળનાં નિચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા મોટા પાયે સ્થળાંતરની કામગીરી કરી દેવામાં આવી હતી અને આમ છતાં નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં નાગરિકોને પણ સુરક્ષિત સ્થળે સ્થળાંતર માટેની જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગઈકાલે જિલ્લાનાં અંબિકા તાલુકામાં રેકોર્ડબ્રેક 22 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ભારે હાલાકીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ પાંચથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે કીમ નદીની સાથે - સાથે અંબિકા નદીનાં જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થતાં નદીની આસપાસનાં નિચાણવાળા વિસ્તારોમાં પણ સ્થળાંતરની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande