ઉના તાલુકામાં વાડી વિસ્તારમાં પાણી ભરાવાના જોખમ હોય એવા વિસ્તારોમાં, કોઈ રાત્રી રોકાણ ન કરવું ....
-વરસાદની આગાહી અન્વયે સાવચેતીના પગલા લેવા તંત્ર દ્વારા અનુરોધ ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તમામ વિભાગો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદની આગાહી અન્વયે
ઉના તાલુકામાં વાડી વિસ્તારમાં પાણી ભરાવાના જોખમ હોય એવા વિસ્તારોમાં, કોઈ રાત્રી રોકાણ ન કરવું ....


-વરસાદની આગાહી અન્વયે સાવચેતીના પગલા લેવા તંત્ર દ્વારા અનુરોધ

ગીર સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તમામ વિભાગો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદની આગાહી અન્વયે સાવચેતીના પગલા લેવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

હવામાન વિભાગની સૂચના અન્વયે આગામી ૨ થી ૩ દિવસ દરમ્યાન રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહીના પગલે ઉના તાલુકામાં સાવચેતીના પગલા લઈ આગામી ૩ દિવસ દરમ્યાન વાડી વિસ્તારમાં પાણી ભરાવાના જોખમ હોય એવા વિસ્તારોમાં કોઈ રાત્રી રોકાણ ના કરે તેવા પગલાં લેવા, ગ્રામ્યજનો સાથે સતત સંપર્ક, લાઇટ જવાની શક્યતાને અનુલક્ષી ફોનની તેમજ અન્ય સંસાધનોની બેટરી ચાર્જ રાખવી.

ગ્રામ્ય વિસ્તારમાં મોટી ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ કે, બીમાર લોકોની વિગતો મેળવી જરૂર જણાય તો સૌથી પહેલા સલામત સ્થળે ખસેડવા.

જાહેર રસ્તા કે, ગ્રામ્ય બજારો ઉપર કોઈપણ જોખમી બેનર કે હોર્ડિંગ્સને તાત્કાલિક ખસેડવા તથા જરૂર જણાય ત્યાં જર્જરિત ઇમારતની આગળ ચેતવણી માટેનું સાઈનબોર્ડ મુકવા.

જર્જરિત ઊંચી ટાંકીઓની બાજુમાં અવર-જવર ન થાય તેની તકેદારી રાખવા, ભારે વરસાદની પરિસ્થિતિમાં પશુને છૂટા રાખવા તેમજ કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ (૦૨૮૭૫) ૨૨૨૦૩૯ નંબર પર જાણ કરવા ઉના તાલુકા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande