અમદાવાદમાં એસબીઆઇ પ્રોબેશનરી ઓફિસરની પરીક્ષાર્થીઓ હેરાન થયાં
અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.4
Heavy rains wreak havoc across the district, including Ahmedabad


અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી-ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

અમદાવાદમાં પણ નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાતાં ભારે હાલાકી સર્જાઈ છે; સરકારે રેડ એલર્ટના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હોવા છતાં બોપલમાં TCS સેન્ટર ખાતે એસબીઆઇ પ્રોબેશનરી ઓફિસરની પરીક્ષા યોજાતાં દુર-દુરથી આવેલા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા

અમદાવાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદના ભારે તારાજીના પગલે સરકારે રેડ એલર્ટ જાહેર કરીને શાળા-કોલેજોમાં રજા અને સરકારી પરીક્ષાઓ મુલત્વી રાખી છે, છતાં બોપલના સ્ટર્લિંગ સિટી સ્થિત TCS iON ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર ની પરીક્ષા યોજવામાં આવી હતી. રેડ એલર્ટ હોવા છતાં દૂર-દૂરથી આવેલા પરીક્ષાર્થીઓ કાદવ, કીચડ અને પાણીમાંથી પસાર થઈને સેન્ટર પર પહોંચવા મજબૂર બન્યા હતા. આટલું જ નહીં, ઉતાવળમાં ઝેરોક્ષ કોપી લાવવાનું ભૂલી ગયેલા ઉમેદવારો સવારે દુકાનો બંધ હોવાથી ભારે રઝળપાટ અને નિરાશા અનુભવતા જોવા મળ્યા હતા.

શહેરના પૂર્વ ભાગોમાં નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ ઉપરાંત ચાંદખેડા, મોટેરા, જગતપુર, ચેનપુર અને એસ.પી. રિંગ રોડ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં વિજય ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી અને કોમર્સ સિક્સ રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતાં માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande