જૂનાગઢ બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ રમત ગમતમાં વિજેતા
જુનાગઢ,01 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ રમત ગમતમાં વિજેતા બની હતી. જૂનાગઢ, સરકારી માધ્યમિક શાળા RMSA બામણગઢના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં તાલુકા કક્ષાએ ભેસાણ ખાતે ભાગ લીધ
જૂનાગઢ  બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ


જુનાગઢ,01 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની બામણગઢ સરકારી શાળાની બે દીકરીઓ રમત ગમતમાં વિજેતા બની હતી. જૂનાગઢ, સરકારી માધ્યમિક શાળા RMSA બામણગઢના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં તાલુકા કક્ષાએ ભેસાણ ખાતે ભાગ લીધો હતો. જેમાં આ શાળાના કુલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો.

જેમાંથી સુનિતા રાઠવાએ ગોળ ફેંક સ્પર્ધામાં દ્વિતીય નંબર અને લંગડી ફાળકૂદ સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. તેમજ હેમાંશી મકવાણાએ 1500 મીટર દોડમાં ભાગ લઈ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે.

આ બંને દીકરીઓને સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય ડૉ.કોકિલા ઉંધાડે ભવિષ્યમાં વિજેતાઓને ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande