મંત્રી કૌશિક વેકરિયાની અમરેલી ફાયર સ્ટેશન મુલાકાત, આધુનિક ફાયર ટેન્ડર અને NDRFની તૈયારીઓની સમીક્ષા
અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ. રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ આજે અમરેલી શહેર સ્થિત ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, ફાયર બ્રિગેડની કામગીરી અને આપાતકાલીન તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિવિધ બ
મંત્રી કૌશિક વેકરિયાની અમરેલી ફાયર સ્ટેશન મુલાકાત, આધુનિક ફાયર ટેન્ડર અને NDRFની તૈયારીઓની સમીક્ષા


અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.

રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ આજે અમરેલી શહેર સ્થિત ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, ફાયર બ્રિગેડની કામગીરી અને આપાતકાલીન તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિવિધ બચાવ સાધનો અને કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે મંત્રીએ અમરેલી ફાયર બ્રિગેડને ફાળવવામાં આવેલા આશરે રૂ. 90 લાખથી વધુની કિંમતના અત્યાધુનિક **'વોટર કમ ફોમ ટેન્ડર'**ની સુવિધાઓ, તેની કાર્યક્ષમતા અને આગ જેવી આપત્તિના સમયે તેના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. તેમણે આધુનિક સાધનોના ઉપયોગથી બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લામાં તૈનાત NDRFની ટીમ સાથે પણ સંવાદ યોજાયો હતો. ટીમની આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓ, ઉપલબ્ધ સંસાધનો અને ભારે વરસાદ, પૂર સહિતની કુદરતી આફતો દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈપણ આપત્તિની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર બ્રિગેડ અને NDRF સહિતની તમામ ટીમો સંપૂર્ણપણે સુસજ્જ અને સતર્ક છે. તેમણે અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી અને સતત સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande