બોટાદના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલાયો, હાલ 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
બોટાદ, 01 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની શક્યતાને કારણે ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર સુધી ખો
ખંભાડ ડેમ


બોટાદ, 01 ઓગસ્ટ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધવાની શક્યતાને કારણે ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર સુધી ખોલવામાં આવ્યો છે. હાલ ડેમમાંથી અંદાજે 600 ક્યુસેક પાણી નિયંત્રિત રીતે છોડવામાં આવી રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણી છોડવાની માત્રામાં ફેરફાર કરવામાં આવશે. ડેમના અધિકારીઓ અને સિંચાઈ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જિલ્લા કલેક્ટરે નદીકાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. નદીના પટમાં અવરજવર ન કરવા, પાણીના વહેણ નજીક ન જવા તેમજ બાળકોને નદી કે ચેકડેમ પાસે રમવા ન દેવા સૂચના આપવામાં આવી છે. માછીમારો અને પશુપાલકોને પણ નદીના કિનારેથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, પોલીસ, મહેસૂલ વિભાગ અને સ્થાનિક ગ્રામ પંચાયતોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા તેમજ માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતીનું જ પાલન કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande