સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમે પૂજ્ય મોરારીબાપુનું આગમન, હરિભક્તોમાં આનંદની લાગણી
અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે પૂજ્ય મોરારીબાપુના આગમનથી આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. બાપુના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો-મહંતો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ પરિસરમાં ભક્તોએ પૂજ્ય મોરા
સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમે પૂજ્ય મોરારીબાપુનું આગમન, હરિભક્તોમાં આનંદની લાગણી


અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.)

સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે પૂજ્ય મોરારીબાપુના આગમનથી આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. બાપુના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો, સંતો-મહંતો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ પરિસરમાં ભક્તોએ પૂજ્ય મોરારીબાપુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભજન, પ્રાર્થના અને આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

પૂજ્ય મોરારીબાપુએ આશ્રમના સંતો સાથે મુલાકાત કરી આશ્રમની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે માનવસેવા, કરુણા, પ્રેમ અને સમાજમાં સદભાવનાનું મહત્વ સમજાવતાં ભક્તોને જીવનમાં સદાચાર અને સંસ્કારો અપનાવવાનો સંદેશ આપ્યો હતો. બાપુના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

માનવ મંદિર આશ્રમ દ્વારા આગંતુક ભક્તો માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. પૂજ્ય મોરારીબાપુના આગમનને લઈને સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ બાપુના આશીર્વાદ મેળવી પોતાને ધન્ય અનુભવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande