સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના ખેડૂતોમાં ખુશીની લહેર
- સલાયામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ,11 કલાકમાં 10 મિમી વરસાદદ્વારકા/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. માર્ગો પર પાણી વહી નીકળવાની સ
heavy rains wreak havoc in farmers


- સલાયામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ,11 કલાકમાં 10 મિમી વરસાદદ્વારકા/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. માર્ગો પર પાણી વહી નીકળવાની સાથે વાતાવરણમાં શ્રાવણી ઠંડક પ્રસરી ગઈ છે.

ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ થતાં જોખમ લઈને અગાઉથી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદથી પાકને નવજીવન મળતાં કૃષિ કામગીરીએ વેગ પકડ્યો છે.સલાયામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ:11 કલાકમાં 10 મિમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં મોડી રાતથી વરસાદનું આગમન થયું છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી શરૂ થયેલો ધીમીધાર વરસાદ આજે સવારે 9 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

કુલ 11 કલાકના સમયગાળામાં 10 મિમી વરસાદ નોંધાયો હતો. આ ધીમીધાર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.વરસાદના આગમનથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હાલ પણ વાતાવરણ વરસાદી જણાઈ રહ્યું હોવાથી વધુ વરસાદની આશા સેવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande