સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમનો ઈનફ્લો 4 લાખને પાર
સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતાં સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમમાં ઈનફ્લો ચાર લાખ ક્યુસેકને વટાવી ચુક્
Surat


સુરત, 01 ઓગસ્ટ (હિ.સ.): ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતાં સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમમાં ઈનફ્લો ચાર લાખ ક્યુસેકને વટાવી ચુક્યો છે. અલબત્ત, ઓગસ્ટ મહિનામાં ડેમનું રૂલ લેવલ 333 ફુટની સામે હાલમાં 321 ફુટ હોવાને કારણે તંત્ર દ્વારા ડેમનાં ઈનફ્લો પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

મહારાષ્ટ્રનાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી પર સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર હવે ડેમની સપાટી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હથનુર અને પ્રકાશા ડેમ સહિત ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમમાં ઈનફ્લો 4.30 લાખ ક્યુસેક સુધી પહોંચી ગયો છે. ડેમની સપાટીમાં સતત વધારો થતાં હવે સુરત જિલ્લા કલેકટર દ્વારા એક સાથે બે મોરચે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે હવે ઉકાઈ ડેમની સપાટી પર પણ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande