જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ
જામનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટ લેવડાવવા માટે પોલીસ કર્મચારી સ
ધરપકડ


જામનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટ લેવડાવવા માટે પોલીસ કર્મચારી સાથે લઈ જવાયો હતો.

દરમિયાન તેને શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પરત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે એમ.પી.શાહ કોલેજના ખૂણે વાહનો વચ્ચે આવતાં પોલીસની એક્સેસ ધીમી પડી હતી. આ તકનો લાભ લઈ આરોપી ચાલુ વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો અને પાછળથી હોન્ડા લઈને આવી રહેલા પ્રકાશ ઉર્ફે પકો નામના શખ્સની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા મુજબ, તા.14 ઓગસ્ટના રોજ શહેરના સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદીને મીત ઉર્ફે મિતેષ ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટ લેવડાવવા માટે લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોપીને એક્સેસ પર પાછળ બેસાડી શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો, જ્યાં ફોટા અને ફિંગરપ્રિન્ટની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

આ દરમિયાન એક શખ્સ હોન્ડા લઈને ત્યાં આવ્યો હતો અને આરોપીને મસાલો આપવાનો પ્રયાસ કરતાં હોમગાર્ડે તેને અટકાવ્યો હતો. તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રકાશ ઉર્ફે પકો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે હોન્ડા લઈને ત્યાંથી નીકળી ગયો હતો. આરોપીને લઈને હોમગાર્ડ ગુરુદ્વારા તરફના રસ્તે થઈ સાત રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હોન્ડા ચાલક પાછળથી તેમનો પીછો કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

એમ.પી. શાહ કોલેજના ખૂણે બેટરીવાળા રસ્તા પાસે બે-ત્રણ વાહનો વચ્ચે આવતાં હોમગાર્ડે એક્સેસ ધીમી કરી હતી. આ તકનો લાભ લઈ મીત ચાલુ વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો અને પાછળથી આવી રહેલા પ્રકાશ ઉર્ફે પકોની હોન્ડા પર બેસી ગયો હતો. બંને પુલ પર ચઢી નાગનાથ તરફ નાસી ગયા હતા. બનાવની જાણ થતાં ફરજ પરના અધિકારીને તાત્કાલિક ફોન કરી જાણ કરવામાં આવી હતી અને સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું.

ફરિયાદમાં આરોપી મીત તથા તેને નાસી જવામાં મદદ કરનાર પ્રકાશ ઉર્ફે પકો સહિત અગાઉથી આયોજન કરી ગુનામાં મદદગારી કરનાર તેમજ તપાસ દરમિયાન ખુલાસો થાય તેવા અન્ય શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande