સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી સગીરાનું અપહરણ, પંચમહાલથી આરોપીની ધરપકડ
સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા વધતાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પોતાની સાથે લઈ જવાની યોજના બનાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરીને પંચ
Surat police arrest youth


સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી એક સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા વધતાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પોતાની સાથે લઈ જવાની યોજના બનાવી હતી. ત્યારબાદ તે સગીરાનું અપહરણ કરીને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીરાપુર ગામે લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મીરાપુરમાં આરોપીએ સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત, આ ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરા પરિવાર સુધી પરત ન ફરતાં પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાં દરોડો પાડી 22 વર્ષીય સુરેશ લિંબાભાઈ ખાંટની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande