

પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ, દશામાં મંદિર ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના વિવિધ પદાધિકારીઓ, મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો, નગરસેવકો સહિત કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના પાવન અવસરે ભક્તિ સાથે સેવા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ યુવા મોરચા પાટણ શહેર પ્રમુખ પાર્થભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ ભાટિયા, સાહિલભાઈ દેસાઈ, કાર્યક્રમ ઇન્ચાર્જ જયભાઈ પટેલ, અપૂર્વભાઈ મહેતા, ગાયત્રીબેન પ્રજાપતિ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ