
ભાવનગર,18 ઓગસ્ટ (હિ.સ.) રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તર મધ્ય રેલવેની વિશેષ ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ–ગાંધીગ્રામ અને 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજના વધારાના ફેરા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ટ્રેનોના વધારાના ફેરા અગાઉ જાહેર કરાયેલ સમયગાળા બાદ સપ્ટેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ–ગાંધીગ્રામ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનનો અગાઉ જાહેર કરાયેલ છેલ્લો ફેરો 29 ઓગસ્ટ 2026 હતો. હવે આ ટ્રેનના 09 વધારાના ફેરા ચલાવવામાં આવશે. આ ટ્રેન શનિવાર અને મંગળવારના રોજ સંચાલિત થશે તથા વધારાના ફેરા 01 સપ્ટેમ્બર 2026થી 29 સપ્ટેમ્બર 2026 સુધી ચલાવવામાં આવશે.
પરિચાલન સંબંધિત કારણોસર ટ્રેન નંબર 04111ના પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન પ્રયાગરાજથી 16:00 કલાકે પ્રસ્થાન કરશે, જ્યારે અગાઉ જાહેર કરાયેલ પ્રસ્થાન સમય 16:15 કલાકનો હતો. આ સુધારેલો સમય 01 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે. ટ્રેનનો ગાંધીગ્રામ ખાતે આગમન સમય 15:30 કલાકે યથાવત રહેશે.
તે જ રીતે, ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનનો અગાઉ જાહેર કરાયેલ છેલ્લો ફેરો 30 ઓગસ્ટ 2026 હતો. હવે આ ટ્રેનના 09 વધારાના ફેરા ચલાવવામાં આવશે. આ ટ્રેન રવિવાર અને બુધવારના રોજ સંચાલિત થશે તથા વધારાના ફેરા 02 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી ચલાવવામાં આવશે.
આ વધારાના ફેરાઓનું સંચાલન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.
ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 19 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:00 કલાકથી મુસાફર આરક્ષણ પ્રણાલી (PRS) પર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે સુધારેલા સમયપત્રકનું ધ્યાન રાખે.
ટ્રેનના સમય, સ્ટોપેજ તથા અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES), અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in તથા IRCTC દ્વારા માહિતી મેળવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ