જન્માષ્ટમી મેળામાં પાથરણા, રેકડી- કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત.
પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) આગામી જન્માષ્ટમી લોકમેળાને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાથરણા, રેકડી અને કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત આપવામાં આવી છે. આ વર્ષે હરાજીમાં 144 પ્લોટ માટે પ્રતિ પ્લોટ રૂ. 500નો ભાવ નક્કી કરાયો છે. આમ મહાનગરપાલિકાને કુલ
જન્માષ્ટમી મેળામાં પાથરણા, રેકડી- કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત.

જન્માષ્ટમી મેળામાં પાથરણા, રેકડી- કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત.

જન્માષ્ટમી મેળામાં પાથરણા, રેકડી- કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત.

પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) આગામી જન્માષ્ટમી લોકમેળાને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પાથરણા, રેકડી અને કેબિન ધારકોને ભાડામાં મોટી રાહત આપવામાં આવી છે. આ વર્ષે હરાજીમાં 144 પ્લોટ માટે પ્રતિ પ્લોટ રૂ. 500નો ભાવ નક્કી કરાયો છે. આમ મહાનગરપાલિકાને કુલ રૂ. 72 હજારની આવક થશે. ગત વર્ષે 2025માં પાથરણા, રેકડી અને કેબિન માટે 238 પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ પ્લોટ રૂ. 1,000ના ભાવે હરાજી થતાં મહાનગરપાલિકાને કુલ રૂ. 2.38 લાખની આવક થઈ હતી. આ વર્ષે પ્લોટની સંખ્યા તેમજ પ્રતિ પ્લોટ ભાડામાં ઘટાડો કરાતા નાના વેપારીઓ અને રેકડી-કેબિન ધારકોને મેળામાં ધંધો કરવા માટે મોટી રાહત મળશે. તહેવારોના માહોલમાં નાના વેપારીઓને પ્રોત્સાહન મળે અને તેમના પર આર્થિક ભાર ઓછો થાય તે દિશામાં આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande