જામનગરમાં ક્રિકેટ મેચના સટ્ટાનો પર્દાફાશ : હારજીત અને રનફેરના સોદા કરતો શખસ ઝડપાયો
જામનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં ક્રિકેટ મેચના હારજીત અને રનફેરના સોદા કરી ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા અને મોબાઇલ ફોન કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્
ક્રિકેટ સટ્ટો


જામનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર શહેરમાં ક્રિકેટ મેચના હારજીત અને રનફેરના સોદા કરી ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા અને મોબાઇલ ફોન કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, તા.17 ઓગસ્ટના રોજ સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતો ત્યારે હવાઈચોક નજીક ભુજિયો કોઠા પેટ્રોલપંપની સામે જાહેરમાં એક શખ્સ મોબાઇલમાં ક્રિકેટની એપ્લિકેશન મારફતે મેચના રનફેર, હારજીત સહિતના સોદા કરી જુગાર રમતો હોવાની બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર નજર રાખતા શંકાસ્પદ રીતે મોબાઇલમાં પ્રવૃત્તિ કરતો શખ્સ મળી આવતા દરોડો પાડ્યો હતો. પોલીસે શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેનું નામ અજયભાઈ મહેશભાઈ રાધનપુરા (ઉંમર 44, રહે. રણજીતનગર, રોઝી પેટ્રોલપંપની સામે, સરદાર પટેલ આવાસ, બ્લોક નં. બી-3, રૂમ નં.1103, જામનગર) હોવાનું ખુલ્યું હતું. તેના મોબાઇલની તપાસ કરતાં ગૂગલ ક્રોમમાં ‘એપ્લિકેસશનનું લોગિન ચાલુ હોવાનું અને તેમાં રૂ.5 લાખનું બેલેન્સ દર્શાવાતું હોવાનું પોલીસને જણાયું હતું.

મોબાઇલમાં શ્રીલંકાના ગાલે શહેરમાં રમાતી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચના હારજીતના ભાવ તથા રનફેર અંગેના સોદા જોવા મળ્યા હતા. આરોપીએ રૂ.1,000નો હારજીત તથા રનફેરનો સોદો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આરોપી મેચનો સ્કોર જોઈ ટીમની હારજીત તથા રનફેરના ભાવ પર દાવ લગાવી નાણાંની હારજીત કરતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી વિવો કંપનીનો વી-29 મોડલનો મોબાઇલ ફોન તેમજ પેન્ટના ખિસ્સામાંથી રોકડા કબજે કર્યા હતા. ત્યારબાદ અજયભાઈ રાધનપુરાની જુગારધારા કલમ 12 હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande