જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણાની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં જિલ્લા કલેકટરએ ચાઇલ્ડ લેબર
Surat


સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીણાની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં જિલ્લા કલેકટરએ ચાઇલ્ડ લેબર એક્ટ અને બાળ મજૂરી નાબૂદી માટેના જનજાગૃતિ કાર્યક્રમો કરવા અને નિયત રેડ થકી બાળ મજૂરીમાં રોકાયેલા વાળ/તરુણ શ્રમિકોને મુક્ત કરવાની કામગીરી સતત ચાલુ રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં નાયબ શ્રમ આયુકત એચ.એસ.ગામીતે જણાવ્યું કે, ગત જૂન અને જુલાઈ માસમાં કરાયેલી કુલ 9 રેડમાં 04 બાળ અને 11 તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા હતા. જે પૈકી જૂન મહિના દરમિયાન વિવિધ વિસ્તારોના હોટલ રેસ્ટોરન્ટ, ઓટોમોબાઇલ ટ્રેડિંગ, સિલાઈ કામ, સાડી ટ્રેડિંગ સહિતના એકમોમાં કુલ 8 રેડ કરી 04 બાળ અને 08 તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાવ્યા હતા.

તેમજ જુલાઈ મહિના દરમિયાન પીપલોદ નાઇટ ફૂડ બજારમાં 1 રેડ હેઠળ 3 તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. તેમણે જે તે સંસ્થા સામે એફ.આઈ.આર. સહિતની કામગીરીની વિગતો આપી હતી. સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા રેસ્કયુ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા કરાયેલા પુનઃવસનની કામગીરીની વિગતો આપી હતી.

બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande