ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા 246 છાત્રોનું સન્માન 12 મો સન્માન સમારોહમાં તેજસ્વી છાત્રોને મોમેન્ટો-સર્ટિફિકેટ એનાયત
સોમનાથ,18 ઓગસ્ટ (હિ.સ.) ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા પ્રમુખ ડૉ. મનોજ માનસેત્તાના અધ્યક્ષસ્થાને 12 મા વિદ્યાર્થીસન્માન સમારોહ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ
ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા 246 છાત્રોનું સન્માન 12 મો સન્માન સમારોહમાં તેજસ્વી છાત્રોને મોમેન્ટો-સર્ટિફિકેટ એનાયત


સોમનાથ,18 ઓગસ્ટ (હિ.સ.) ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા પ્રમુખ ડૉ. મનોજ માનસેત્તાના અધ્યક્ષસ્થાને 12 મા વિદ્યાર્થીસન્માન સમારોહ-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 તેમજ સ્વસ્નાતક અને અનુસ્નાતક કક્ષાના

કુલ ૨૪૬ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવને હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડયું હતું. રવિ તન્નાના સફળ સંચાલન હેઠળ યોજાયેલા આ શૈક્ષણિક ઉત્સવને સફળ બનાવવા માટે દિનેશ રતનધાયરા અને તરુણ કાનાબારે ભારે જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande