ભાવનગર જિલ્લામાં સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ
ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગામે ગામ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. અભિયાનના પ્રારંભ નિમિત્તે સિહોરમાં સ
કળશ વિતરણ કાર્યક્રમ


ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ગામે ગામ કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. અભિયાનના પ્રારંભ નિમિત્તે સિહોરમાં સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કળશ વિતરણ સમારોહ યોજાયો હતો.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય અને ધર્માચાર્ય શંભુનાથજી ટૂંડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા સ્વામી શ્યામદાસજીબાપુએ ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ રવિદાસ મહારાજે તત્કાલીન સામાજિક પરિસ્થિતિમાં સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. સનાતન સમરસતાની ભાવનાને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા, નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ સહિત સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે રાજુભાઈ બાબરિયાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. આભારવિધિ રવિભાઈ બારૈયાએ કરી હતી, જ્યારે સંચાલન ગેમાભાઈ ડાંગરે કર્યું હતું. ગોપાલભાઈ વાઘેલા તથા સિહોર શહેર ભાજપના હોદ્દેદારોએ સંકલન કર્યું હતું. કળશ વિતરણ બાદ ગામે ગામ કાર્યકર્તાઓ કળશ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande