પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને મળશે નવી ગતિ, 45 જ્ઞાન સહાયકોની વિશેષ ભરતી
કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેકમની મર્યાદા વિના ખાસ ભરતીથી અંગ્રેજી શિક્ષકોની નિમણૂક; શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક હુકમો અપાયા. પ્રાથમિક કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે અને ભા
અંગ્રેજી ભાષાના શિક્ષકો ને ઓર્ડર અપાયા


અંગ્રેજી ભાષાના શિક્ષકો ને ઓર્ડર અપાયા


અંગ્રેજી ભાષાના શિક્ષકો ને ઓર્ડર અપાયા


અંગ્રેજી ભાષાના શિક્ષકો ને ઓર્ડર અપાયા


કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેકમની મર્યાદા વિના ખાસ ભરતીથી અંગ્રેજી શિક્ષકોની નિમણૂક; શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક હુકમો અપાયા. પ્રાથમિક કક્ષાએથી જ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે અને ભાષા શિક્ષણનો પાયો વધુ મજબૂત બને તે દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ભાષાના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ ભરતી પ્રક્રિયા હાથ ધરી કુલ 45 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. આ જ્ઞાન સહાયકોને અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે શાળાઓમાં સેવાઓ સોંપવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્તરે અંગ્રેજી ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી મહેકમની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના આ વિશેષ ભરતી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને એવી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યાં અંગ્રેજી ભાષા માટે અલગ શિક્ષકની ઉપલબ્ધતા ન હતી. નવી નિમણૂકોથી આવી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાથી જ અંગ્રેજી ભાષાનું યોગ્ય માર્ગદર્શન મળે તો તેમના વાંચન, લેખન, ઉચ્ચારણ અને સંવાદ કૌશલ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. આ જ હેતુસર વિશેષ ભરતી કરવામાં આવી છે.

નવનિયુક્ત જ્ઞાન સહાયકોને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશ રૂડાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના હસ્તે નિમણૂક હુકમો અર્પણ કરવામાં આવ્યા હતા. નિમણૂક મેળવનારા શિક્ષકો હવે ફાળવવામાં આવેલી શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપશે.

45 જ્ઞાન સહાયકોની આ નિમણૂકથી મોટી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની ખામી દૂર થવાની સાથે વિદ્યાર્થીઓમાં ભાષાકૌશલ્ય અને આત્મવિશ્વાસ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના પાયાને વધુ મજબૂત બનાવતી આ પહેલથી જિલ્લાના શૈક્ષણિક વાતાવરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande