
કચ્છ, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ દ્વારા સર્વેલન્સ સ્ટાફને પ્રોહિબિશન અને જુગારના કેસ શોધી કાઢવા દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે દ્વારકા ફર્નિચરની સામે મંદિર પાછળ આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ગંજીપાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગોવિંદ ઉર્ફે ટીલો ચોથાજી માજીરાણા, રહે. નવી સુંદરપુરી, ગાંધીધામ; સુરેશ બાબુભાઈ રાણા, રહે. નવી સુંદરપુરી, ગાંધીધામ; પ્રેમકુમાર પરસોત્તમભાઈ રાણા , રહે. સિંધુબાગની પાછળ, ગુરુકુળ, ગાંધીધામ તથા બળવંત છોગાજી ભીલ , રહે. નવી સુંદરપુરી, ગાંધીધામનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ 13050 તથા ગંજીપાનાં નંગ-52 સહિત કુલ રૂ. 13050 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સમગ્ર કામગીરી ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar