મહેસાણા જિલ્લામાં 200 ગામોમાં પશુ વ્યંધત્વ નિવારણ માટે સારવાર કેમ્પ યોજાશે
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) પશુપાલકોના પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુ વ્યંધત્વની સમસ્યાના નિવારણ માટે મહેસાણા જિલ્લામાં પશુ વ્યંધત્વ નિવારણ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. યોજના હેઠળ જિલ્લાના 200 ગામોમાં સારવાર કેમ્પનું આયોજન કરી
મહેસાણા જિલ્લામાં 200 ગામોમાં પશુ વ્યંધત્વ નિવારણ માટે સારવાર કેમ્પ યોજાશે


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) પશુપાલકોના પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુ વ્યંધત્વની સમસ્યાના નિવારણ માટે મહેસાણા જિલ્લામાં પશુ વ્યંધત્વ નિવારણ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. યોજના હેઠળ જિલ્લાના 200 ગામોમાં સારવાર કેમ્પનું આયોજન કરી પશુપાલકોના પશુઓની તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવી રહી છે.

આ કામગીરીનો મુખ્ય હેતુ પશુઓમાં વંધ્યત્વની સમસ્યાનું સમયસર નિદાન કરી યોગ્ય સારવાર પૂરી પાડવાનો છે. પશુઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેમની પ્રજનન ક્ષમતા જળવાઈ રહે તે માટે કેમ્પમાં પશુ તબીબો દ્વારા જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી રહી છે.

યોજના અંતર્ગત પશુપાલકોને પશુઓના યોગ્ય પોષણ, સંભાળ અને આરોગ્ય અંગે પણ માહિતી આપવામાં આવે છે. પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે અને સમયસર સારવાર મળી રહે તેનાથી પશુપાલકોને આર્થિક રીતે પણ લાભ મળી શકે છે.

મહેસાણા જિલ્લામાં પશુપાલન ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વનો ભાગ હોવાથી પશુઓનું આરોગ્ય અને દૂધ ઉત્પાદન વધારવા માટેની આ કામગીરી પશુપાલકો માટે ઉપયોગી બની રહી છે. 200 ગામોમાં યોજાનારા સારવાર કેમ્પ દ્વારા વધુમાં વધુ પશુપાલકો સુધી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પશુપાલકોને પોતાના પશુઓમાં વંધ્યત્વ અથવા પ્રજનન સંબંધિત સમસ્યા જણાય તો નજીકના સારવાર કેમ્પમાં પશુઓની તપાસ કરાવી યોગ્ય સારવાર અને માર્ગદર્શન મેળવવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande