મહેસાણા શહેરના સ્ટ્રીટ વેન્ડર્સને PM SVANidhi યોજના હેઠળ સરળ લોનની સુવિધા
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના ફેરિયાઓને સ્વરોજગાર માટે આર્થિક સહાય મળી રહે તે માટે PM SVANidhi યોજના હેઠળ સરળ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત નાના વેપારીઓને પોતા
મહેસાણા શહેરના સ્ટ્રીટ વેન્ડર્સને PM SVANidhi યોજના હેઠળ સરળ લોનની સુવિધા


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના ફેરિયાઓને સ્વરોજગાર માટે આર્થિક સહાય મળી રહે તે માટે PM SVANidhi યોજના હેઠળ સરળ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ યોજના અંતર્ગત નાના વેપારીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેને આગળ વધારવા માટે તબક્કાવાર લોન આપવામાં આવે છે. યોજનાના પ્રથમ તબક્કામાં ₹15,000 સુધીની લોન, બીજા તબક્કામાં ₹25,000 સુધીની લોન અને ત્રીજા તબક્કામાં ₹50,000 સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ છે.

આ લોનની મદદથી સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના ફેરિયાઓ પોતાના વ્યવસાય માટે જરૂરી સામગ્રી ખરીદી શકે તેમજ વેપારને વધુ વિસ્તારી શકે છે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક રીતે સક્ષમ બનાવી સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે.

મહેસાણા શહેરમાં લારી-ગલ્લા, પાથરણાં અથવા અન્ય રીતે નાનો વ્યવસાય કરતા પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજના અંગેની પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા અંગેની માહિતી મહેસાણા મહાનગરપાલિકાની UCD/NULM શાખામાંથી મેળવી શકાશે.

મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના ફેરિયાઓને યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાયને આગળ વધારવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande