મહેસાણામાં ILA અંતર્ગત આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય તાલીમ યોજાઈ
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA) અંતર્ગત એક દિવસીય જિલ્લા સ્તરીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ.ઓ.ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમનો હ
મહેસાણામાં ILA અંતર્ગત આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય તાલીમ યોજાઈ


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ (ILA) અંતર્ગત એક દિવસીય જિલ્લા સ્તરીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ.ઓ.ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમનો હેતુ ફ્રન્ટલાઇન કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાનો હતો.

શ્રેષ્ઠા-જી પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK)ના માળખા મુજબ યોજાયેલી તાલીમમાં આરોગ્ય વિભાગ ઉપરાંત શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

ILA પદ્ધતિમાં તાલીમને નાના અને સરળ તબક્કામાં વહેંચીને સતત જ્ઞાન અને કૌશલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવે છે. આ અંતર્ગત ઉચ્ચ આવર્તન અને ઓછી તીવ્રતાવાળી તાલીમ આપવામાં આવે છે, જેથી કર્મચારીઓ શીખેલી બાબતોનો ક્ષેત્ર સ્તરે સરળતાથી અમલ કરી શકે.

તાલીમમાં જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, દરેક બ્લોકના બે મેડિકલ અથવા આયુષ મેડિકલ ઓફિસર, ડી.આઈ.ઈ.સી.ઓ., તમામ સી.ડી.પી.ઓ., દરેક તાલુકાના બે નોડલ શાળા શિક્ષકો તેમજ બી.આર.સી. અથવા યુ.આર.સી.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં ILAની કાર્યપદ્ધતિ અને RKSKના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ બાદ ફોલોઅપ, સતત ફીડબેક અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન દ્વારા કિશોર સ્વાસ્થ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande