નારદીપુરની ગ્રામ સેવા મંદિર સંસ્થા બની કન્યા કેળવણીનું મજબૂત કેન્દ્ર, ભગીની વિદ્યાલયનું સતત 100% પરિણામ
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુરમાં વર્ષ 1930થી કાર્યરત ગ્રામ સેવા મંદિર સંસ્થા આજે કન્યા કેળવણી અને ગ્રામ્ય શિક્ષણનું મજબૂત કેન્દ્ર બની છે. ભોગીલાલ રાજાલાલ મહેતાના દાનથી શરૂ થયેલી સંસ્થા હવે શતાબ્દી વર્ષ તરફ આ
નારદીપુરની ગ્રામ સેવા મંદિર સંસ્થા બની કન્યા કેળવણીનું મજબૂત કેન્દ્ર, ભગીની વિદ્યાલયનું સતત 100% પરિણામ


નારદીપુરની ગ્રામ સેવા મંદિર સંસ્થા બની કન્યા કેળવણીનું મજબૂત કેન્દ્ર, ભગીની વિદ્યાલયનું સતત 100% પરિણામ


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુરમાં વર્ષ 1930થી કાર્યરત ગ્રામ સેવા મંદિર સંસ્થા આજે કન્યા કેળવણી અને ગ્રામ્ય શિક્ષણનું મજબૂત કેન્દ્ર બની છે. ભોગીલાલ રાજાલાલ મહેતાના દાનથી શરૂ થયેલી સંસ્થા હવે શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહી છે. સંસ્થાના વિકાસમાં સ્થાનિક તેમજ વિદેશમાં વસતા દાતાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ગ્રામ સેવા મંદિરના મંત્રી નવીનચંદ્ર પટેલ જણાવે છે કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણના માધ્યમથી સમાજસેવા કરવાનો છે. ખાસ કરીને દૂરના અને પછાત વિસ્તારોની દીકરીઓને શિક્ષણની તક મળે તે માટે સંસ્થા સતત કાર્યરત છે. હાલમાં આશરે 200 દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેમની પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી.

સંસ્થા સંચાલિત ભટ્ટ એચ.વી.સી. ભગિની વિદ્યાલય વર્ષ 1972થી કન્યા કેળવણી માટે કાર્યરત છે. શાળાના આચાર્ય મનીષાબેન ચૌધરીના જણાવ્યા મુજબ, વર્ષ 2019માં 143 વિદ્યાર્થીઓ હતા, જે સંખ્યા આજે વધીને 451 થઈ છે. શાળામાં નારદીપુર અને આસપાસના ગામોની આશરે 300 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જ્યારે અન્ય વિસ્તારોની દીકરીઓ પણ અહીં રહીને શિક્ષણ મેળવે છે.

શાળાનું છેલ્લા પાંચ વર્ષથી સતત 100 ટકા પરિણામ આવી રહ્યું છે. હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 15 શિક્ષકો કાર્યરત છે. અભ્યાસ સાથે વકૃત્વ, નિબંધ, વાનગી સ્પર્ધા સહિતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાય છે. સંસ્થા વિદ્યાર્થીઓને નોટબુક, ગણવેશ સહિતની શૈક્ષણિક સામગ્રી પણ પૂરી પાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande