મહેસાણાના તળેટીમાં ઉગ્યું અનોખું ‘નોની’ ફળ, 2 વર્ષમાં એક જ છોડ પર 100થી વધુ ફળ
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) સામાન્ય રીતે દક્ષિણ ભારત અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળતું ‘નોની’ નામનું ફળ હવે મહેસાણા જિલ્લાના તળેટી ગામમાં પણ સફળતાપૂર્વક ઉગ્યું છે. પ્રાકૃતિક ખેતી સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂત હરેશકુમાર પટેલે ખેતરમાં નોનીના 10
મહેસાણાના તળેટીમાં ઉગ્યું અનોખું ‘નોની’ ફળ, 2 વર્ષમાં એક જ છોડ પર 100થી વધુ ફળ


મહેસાણાના તળેટીમાં ઉગ્યું અનોખું ‘નોની’ ફળ, 2 વર્ષમાં એક જ છોડ પર 100થી વધુ ફળ


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) સામાન્ય રીતે દક્ષિણ ભારત અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળતું ‘નોની’ નામનું ફળ હવે મહેસાણા જિલ્લાના તળેટી ગામમાં પણ સફળતાપૂર્વક ઉગ્યું છે. પ્રાકૃતિક ખેતી સાથે વર્ષોથી જોડાયેલા ખેડૂત હરેશકુમાર પટેલે ખેતરમાં નોનીના 10 છોડ વાવ્યા હતા. જેમાંથી એક છોડ સારી રીતે વિકસ્યો અને દોઢથી બે વર્ષમાં તેના પર 100થી વધુ ફળો આવ્યા છે.

હરેશભાઈને આ છોડ તેમના મિત્રએ આપ્યો હતો. શરૂઆતમાં નોની વિશે તેમને ખાસ જાણકારી નહોતી. ગયા વર્ષે પ્રથમ વખત ફળ આવ્યા ત્યારે તેમણે તેને ઓળખ્યા વગર તોડી ફેંકી દીધા હતા. બાદમાં ફ્લાવરિંગ વધતાં તેમણે મિત્રનો સંપર્ક કર્યો અને યુટ્યુબ તથા સોશિયલ મીડિયા દ્વારા નોની વિશે માહિતી મેળવી.

નોનીનું વનસ્પતિશાસ્ત્રીય નામ Morinda citrifolia છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે અને તેમાંથી જ્યુસ પણ બનાવવામાં આવે છે. હરેશભાઈના જણાવ્યા મુજબ, નોનીના જ્યુસનો સ્વાદ અને ગંધ સામાન્ય ફળોથી અલગ હોય છે. તેઓ પોતે પણ તેનો જ્યુસ પી રહ્યા છે.

નોનીમાં એન્ટીઓક્સિડન્ટ સહિતના વિવિધ જૈવિક સક્રિય ઘટકો જોવા મળે છે. જોકે તેને અનેક રોગોની સારવાર તરીકે દર્શાવતા દાવાઓ માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી તેને દવાનો વિકલ્પ માનવો યોગ્ય નથી.

હરેશભાઈના જણાવ્યા મુજબ, બજારમાં નોની જ્યુસના ભાવ બ્રાન્ડ અને ગુણવત્તા પ્રમાણે અલગ હોય છે. હાલ તેમના છોડ પર ફળ આવવાની પ્રક્રિયા ચાલુ છે. તેમનો આ પ્રયોગ મહેસાણાના ખેડૂતો માટે વૈકલ્પિક પાક અને ખેતીમાં વૈવિધ્ય લાવવાની નવી શક્યતા દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande