વડનગરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાળામાં બાળ દિવસની ઉજવણી
મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) વડનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શાળામાં અભ્યાસ કરતા હતા, તે સ્થળે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ICDS, જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમા
વડનગરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાળામાં બાળ દિવસની ઉજવણી


મહેસાણા, 18 ઓગસ્ટ (હિ.સ.) વડનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શાળામાં અભ્યાસ કરતા હતા, તે સ્થળે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ICDS, જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ દિવસ નિમિત્તે બાળકોને શિક્ષણ સાથે આનંદ અને સર્જનાત્મકતા સાથે જોડાય તેવા કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમના અધિકારો, શિક્ષણનું મહત્વ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.

વડનગરની આ શાળા ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બાળપણ દરમિયાન અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. તેથી શાળામાં યોજાયેલી બાળ દિવસની ઉજવણી બાળકો અને ઉપસ્થિત મહાનુભાવો માટે વિશેષ બની હતી.

ICDS વિભાગ દ્વારા બાળ વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાળ દિવસની ઉજવણીના માધ્યમથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બાળકો, આંગણવાડી કાર્યકરો તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande