ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ
ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ દુર્ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનોને
મોરારી બાપુ ફાઈલ તસવીર


ભાવનગર, 18 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ દુર્ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માત તથા પાણીમાં ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. જેમાં વડોદરાના છ આશાસ્પદ યુવાનો તેમજ રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા ચાર લોકોનો સમાવેશ થાય છે. મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી કુલ રૂ.1.50 લાખની સહાય અર્પણ કરી છે.

તાજેતરના વરસાદ દરમિયાન બિહારમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પણ બાપુએ સંવેદના વ્યક્ત કરી રૂ.1.35 લાખની સહાય આપી છે. બિહારના લખિસરાય ખાતે મંદિરમાં દર્શન દરમિયાન કરંટ લાગવાની અફવા ફેલાતા સર્જાયેલી નાસભાગમાં સાત મહિલાઓનાં મોત થયા હતા. તેમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી રૂ. 1.05 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં હોટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા હતા. તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી રૂ. 1.05 લાખની સહાય આપવામાં આવી છે.

આ તમામ સહાય મુંબઈ સ્થિત એક શ્રોતા દ્વારા પરિવારજનો સુધી પહોંચાડવામાં આવી છે. મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં તમામ દિવંગતોના આત્માની શાંતિ અને નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande