
પોરબંદર, 18 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 20-08-2026ના રોજ બપોરે 12:00 કલાકે કે.બી. તાજાવાલા સ્કુલ, વાડિયા પેટ્રોલ પંપ સામે, હાર્મની ફુવારા પાસે એમ.જી.રોડ, પોરબંદર ખાતે રોજગાર ઈચ્છઉક ઉમેદવારો માટે ભરતીમેળાનું કરવામાં આવ્યુ છે.
આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા કૈલાશનાથ ઇનફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી, અમરસાગર સી ફુડ્સ, અમર ફુડ પ્રોડક્ટ્સ, અમર એક્વાટીક, સોનલક્રુપા ફાયર & સેફટી તથા એવેરેસ્ટ સ્ટાર્ચ ઇંડિયા પ્રા.લી, સુરેંદ્રનગરના નોકરીદાતા હાજર રહેવાના છે.
જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે 12 પાસ / કોઈ પણ ગ્રેજુએટ અને અનુભવ ધરાવતા , ડિપ્લોમાં સિવિલ / ઈલેક્ટ્રીક્લ આઈ.ટી.આઈ ફીટર / ઈલેક્ટ્રીશીયન / બોઈલર ઓપરેટર તથા ટેલી કોર્ષના જાણકાર રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya