ઉત્રાણમાં SMCનો મેગા દરોડો: ઝૂંપડીમાંથી ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ, 19.94 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) સુરતના ઉત્રાણ વિસ્તારમાં DGVCL અને પાવર હાઉસ વચ્ચે જાહેર માર્ગ પાસે બનાવવામાં આવેલી પ્લાસ્ટિકની ઝૂંપડીમાંથી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી 1,322 વિદેશી
Surat


સુરત, 18 ઓગસ્ટ (હિ.સ.) સુરતના ઉત્રાણ વિસ્તારમાં DGVCL અને પાવર હાઉસ વચ્ચે જાહેર માર્ગ પાસે બનાવવામાં આવેલી પ્લાસ્ટિકની ઝૂંપડીમાંથી વિદેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી 1,322 વિદેશી દારૂની બોટલો, બે લક્ઝુરિયસ કાર, બે મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ 19.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો કે મુખ્ય આરોપી મુકેશ દામુભાઈ સૈદાણેએ ઉત્તર પ્રદેશમાંથી યુવકોને માસિક . 25 હજારના પગાર સાથે રહેવા અને જમવાની સુવિધા આપીને દારૂના વેચાણ માટે રાખ્યા હતા. દરોડા દરમિયાન દીપકકુમાર દીક્ષિત અને અમન પટેલ નામના બે યુવકોને રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે દારૂનો જથ્થો હોન્ડા સિટી અને ઈનોવા કાર મારફતે ઝૂંપડી સુધી પહોંચાડવામાં આવતો હતો.

પોલીસની તપાસમાં મુખ્ય આરોપી મુકેશ સૈદાણે સામે અગાઉ પણ પ્રોહિબિશન અને પાસા/જીપી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મુકેશ સૈદાણે સહિત અન્ય ફરાર આરોપીઓ રોનક અને વિજય ફુટ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે, જ્યારે સમગ્ર દારૂના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande