સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેન, નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ
- બોટાદ-અમરેલી જિલ્લામાં પહેલીવાર 100ની સ્પીડે દોડી ટ્રેન અમદાવાદ,18 ઓગસ્ટ (હિ.સ.) સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેન નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ થઈ. સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેનનો રૂટ 17 ઓગસ્ટ 2026થી બદલાયો
Sabarmati-Veraval Vande Bharat Express


- બોટાદ-અમરેલી જિલ્લામાં પહેલીવાર 100ની સ્પીડે દોડી ટ્રેન

અમદાવાદ,18 ઓગસ્ટ (હિ.સ.) સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેન નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ થઈ. સાબરમતી-વેરાવળ વંદે ભારત એસકપ્રેસ ટ્રેનનો રૂટ 17 ઓગસ્ટ 2026થી બદલાયો છે.પહેલા આ ટ્રેનનો રૂટ સાબરમતી થી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો અને હવે નવા રૂટ મૂજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે.

આ ફેરફારથી વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ આ ટ્રેનના રૂટમાંથી હટી ગયાં છે, જ્યારે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જુનાગઢના મુસાફરોને પહેલી વાર આ પ્રીમિયમ ટ્રેનનો લાભ મળ્યો છે.

આજે સાબરમતીથી વેરાવળ નવા રૂટ પર ઉપડેલી આ ટ્રેનનું તમામ નાના-મોટા સ્ટેશનો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બોટાદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને આ ટ્રેનના સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. સાથે બોટાદથી ઢસા સુધી વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રા કરી તેમજ યાત્રિકો સાથે સંવાદ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande