

પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) હારીજ શહેર અને તાલુકા ભાજપા દ્વારા સંત શિરોમણી રોહિદાસજીની 650 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. હારીજ રામજી મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર અને બોટાદ પ્રભારી દશરથજી ઠાકોર સહિત ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વોર્ડ તેમજ તાલુકાના ગામોમાં કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામોમાં કળશયાત્રા યોજ્યા બાદ રામજી મંદિરમાં કળશની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવશે.
વક્તાઓએ સંત રોહિદાસજીને મહાન સંત, કવિ અને સમાજ સુધારક ગણાવી તેમના સમાનતા, માનવતા અને ભાઈચારાના સંદેશને યાદ કર્યો હતો. તેમણે જાતિ-પાતિના ભેદભાવથી મુક્ત અને સૌને સમાન અધિકાર ધરાવતા સમાજનું સ્વપ્ન આપ્યું હતું.
કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન વાઘજી ચૌધરી, હેતલબેન રમેશજી ઠાકોર, તાલુકા ભાજપા પ્રમુખ મુકેશજી ઠાકોર સહિત ભાજપાના અગ્રણીઓ, પાલિકાના કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે સમાનતા, સ્વચ્છતા, શિક્ષણ અને માનવ સેવાનો સંદેશ ગામેગામ પહોંચાડવા કળશયાત્રા યોજાશે અને સંત રવિદાસજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ