પાટણ તાલુકાના કતપુર ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનાર બે ઝડપાયા.
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) પાટણ તાલુકાના કતપુર ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનાર એક પુખ્ત વયના આરોપી અને એક બાળ કિશોરને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે રાજપુર બસ સ્ટેશન નજીક પીળા રંગની હૂડવાળી રિક્ષા સા
પાટણ તાલુકાના કતપુર ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનાર બે ઝડપાયા.


પાટણ તાલુકાના કતપુર ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનાર બે ઝડપાયા.


પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) પાટણ તાલુકાના કતપુર ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનાર એક પુખ્ત વયના આરોપી અને એક બાળ કિશોરને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે.

બાતમીના આધારે પોલીસે રાજપુર બસ સ્ટેશન નજીક પીળા રંગની હૂડવાળી રિક્ષા સાથે બંનેને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

આરોપીઓએ 14 ઓગસ્ટે બપોરે કતપુર ગામે જઈ મંદિરનો દરવાજો તોડી 275 ગ્રામ વજનની ચાંદીની પ્રતિમા ચોરી કરી હતી. આ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 305(D), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધાયો હતો.

પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 106 મુજબ ₹60,030ની ચાંદીની પ્રતિમા અને ₹1 લાખની રિક્ષા સહિત કુલ ₹1,60,030નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી સામે BNSS કલમ 35(1)(E) મુજબ અટકાયતી કાર્યવાહી કરી બંનેને આગળની તપાસ માટે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande