વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ
બોટાદ, 18 ઓગસ્ટ (હિ.સ.)વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ ઢસા જંક્શન અને ચીતલ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો. ઢસા ખાતે રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા તથા
વંદે ભારત ટ્રેન નું સ્વાગત કરવામાં આવ્યું


બોટાદ, 18 ઓગસ્ટ (હિ.સ.)વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ ઢસા જંક્શન અને ચીતલ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો હતો. ઢસા ખાતે રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા તથા ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની ઉપસ્થિતિમાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. જ્યારે ચીતલ ખાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાએ લીલી ઝંડી બતાવી હતી.

નવા પરિવર્તિત માર્ગથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મહત્વપૂર્ણ વિસ્તારો વચ્ચે ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે. હવે વંદે ભારત એક્સપ્રેસ જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ આપશે.

વેરાવળથી સાબરમતી જતી ટ્રેન નંબર 26902 ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. ટ્રેન વેરાવળથી બપોરે 3:50 કલાકે ઉપડી રાત્રે 10:25 કલાકે સાબરમતી પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 26901 સાબરમતીથી સવારે 6:00 કલાકે ઉપડી બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચશે.

બોટાદથી ઢસા સુધી જનપ્રતિનિધિઓએ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી મુસાફરો સાથે સંવાદ કર્યો હતો. બોટાદ અને ધોળા સ્ટેશને ટ્રેનનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આઠ કોચ ધરાવતી વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સાથે આધુનિક પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ચાર્જિંગ સોકેટ, USB પોર્ટ, બાયો-વેક્યુમ શૌચાલય, CCTV, સેન્સર આધારિત દરવાજા, મિની પેન્ટ્રી, વ્હીલચેર અને ઓન-બોર્ડ Wi-Fi જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. નવા માર્ગથી મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande