જિલ્લા દ્વારા સાગબારા તાલુકાના ટાવલ ગામે મહિલાઓ માટે કેનિંગ અંગે તાલીમ યોજાઈ
- ફળ-શાકભાજીની મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરવાની 27 બહેનોને તાલીમ અપાઈ રાજપીપળા,18 ઓગસ્ટ (હિ.સ.) બાગાયત નિયામકની કચેરી, રાજપીપળા દ્વારા સાગબારા તાલુકાના અંતરિયાળ ટાવલ ગામ ખાતે બાગાયત વિભાગ દ્વારા અમલી મહિલા કેનિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવા
The district organized training on canning for women in Taval village of Sagbara taluka.


The district organized training on canning for women in Taval village of Sagbara taluka.


- ફળ-શાકભાજીની મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરવાની 27 બહેનોને તાલીમ અપાઈ

રાજપીપળા,18 ઓગસ્ટ (હિ.સ.) બાગાયત નિયામકની કચેરી, રાજપીપળા દ્વારા સાગબારા

તાલુકાના અંતરિયાળ ટાવલ ગામ ખાતે બાગાયત વિભાગ દ્વારા અમલી મહિલા કેનિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમમાં કુલ 27 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન મહિલાઓને ફળો અને શાકભાજીમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ટામેટા કેચઅપ, પપૈયાની ટૂટી-ફ્રૂટી, કોપરાના લાડુ, જાસુદનું શરબત સહિતની વિવિધ બનાવટો તૈયાર કરવાની પદ્ધતિ, પ્રક્રિયા તથા ઉપયોગી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રકારની તાલીમથી મહિલાઓને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ફળ-શાકભાજીનું મૂલ્યવર્ધન કરી

ઘરઆંગણે આવકનું સાધન ઊભું કરવા તેમજ સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે.ખાસ કરીને અંતરિયાળ વિસ્તારની મહિલાઓ માટે આવી તાલીમ આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ બની રહે છે.

બે દિવસીય તાલીમ પૂર્ણ થયા બાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા તાલીમાર્થી

બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં ભાગ લેનાર તમામ લાભાર્થી બહેનોને પ્રતિ દિવસ 250 મુજબ બે દિવસના કુલ 500 નું સ્ટાઈપેન્ડ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવનાર છે. જિલ્લા બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન, પ્રક્રિયા અને સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમની આર્થિક સશક્તિકરણની તકોને વધુ વેગ આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande