મગફળીના ઊભા પાકમાં સફેદ ઘૈણ(મુંડા)ના સંકલિત નિયંત્રણ માટે પગલાં લેવા અનુરોધ
જુનાગઢ,18 ઓગસ્ટ (હિ.સ.) મગફળીના ઊભા પાકમાં સફેદ ઘૈણ (મુંડા) ઉપદ્રવના સંકલિત નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા માટે ઉપયોગી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. સફેદ ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી,
મગફળીના ઊભા પાકમાં સફેદ ઘૈણ(મુંડા)ના સંકલિત


જુનાગઢ,18 ઓગસ્ટ (હિ.સ.) મગફળીના ઊભા પાકમાં સફેદ ઘૈણ (મુંડા) ઉપદ્રવના સંકલિત નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા માટે ઉપયોગી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે.

સફેદ ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી, પ્રકાશ તરફ આકર્ષાયેલા ઢાલિયાને એકત્ર કરી તેનો નાશ કરવો. મુંડાના અસરકારક નિયંત્રણ માટે મગફળીના ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લીનું ડ્રેન્ચિંગ દ્વારા 5.0 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવી છે.

સફેદ ઘૈણ (મુંડા)નો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ 20 ઈ.સી. 40 થી 50 મિ.લી. દવા પ્રતિ 10 લીટર પાણીમાં મિશ્રણ કરી, પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ 20 ઈ.સી. અથવા કવીનાલફોસ 25 ઈ.સી. હેક્ટરે 4 લીટર પ્રમાણે પિયતના પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મેળવી શકાય છે.

ચોમાસામાં મગફળીના પાકમાં પિયત આપવાનું ન હોય ત્યારે પણ આ જીવાતના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ 4 લીટર દવા 5 લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિલો ઝીણી રેતીમાં ભેળવી, ત્યારબાદ રેતીને સુકવીને એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી. ત્યારબાદ વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.

વધુમાં, દવાના વપરાશ વખતે દવાના લેબલ પર આપવામાં આવેલી સૂચનાઓ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ તથા જે તે રોગ/જીવાત માટેની દવા અંગેની ભલામણનું પાલન કરવા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande