જામનગર નજીક રામપર ગામે સોલાર પ્લાન્ટમાં લોખંડના પાઇપ વડે 3 ઉપર હિચકારો હુમલો કરાયો
જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્યના રામપર ગામ નજીક આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાં પીપળાના ઝાડ નીચે બેઠેલા કંપનીના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. આ બનાવમાં ત્રણેયને ઇજાઓ થ
હુમલો


જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્યના રામપર ગામ નજીક આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાં પીપળાના ઝાડ નીચે બેઠેલા કંપનીના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે. આ બનાવમાં ત્રણેયને ઇજાઓ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બે નામચીન સહિત આશરે દસ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં સમર્પણ સર્કલ પાસે રહેતા અને ઓપેરા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુ મેપાભાઈ બડીયાવદરા સહિત તેમના મોટાભાઈ રાયદેભાઈ બડીયાવદરા અને નથુભાઈ ગાગલીયા તા.18 ઓગસ્ટના બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં રામપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટમાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તે દરમિયાન બસીરભાઈ હબીબભાઈ સમા (રહે.ચોરબેડી, તા.લાલપુર), ઈકબાલ થૈયમ (રહે.ગલપાદર, તા.કાલાવડ) તથા અન્ય આશરે 8 શખ્સો મોટરસાઇકલ પર ત્યાં આવ્યા હતા. આરોપીઓ પાસે લોખંડના પાઇપ સહિતના હથિયારો હોવાનું અને કાવતરું રચીને એકત્ર થયાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરોપી બસીરે ફરિયાદી રાજેશભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઇપ વડે માથાના ભાગે મારવા જતાં ફરિયાદીએ પોતાનો જમણો હાથ આગળ રાખતા તેને હાથમાં ઇજા પહોંચી હતી ઉપરાંત અન્ય આરોપીએ પણ તેની પાસે રહેલા હથિયાર વડે ફરિયાદીને ડાબા હાથ ના ભાગે લોખંડનો પાઇપ મારી ફેક્ચર કરી નાખ્યું હતું.

ઉપરાંત રાયદેભાઈ અને નથુભાઈ વચ્ચે આવતાં આરોપીઓ દ્વારા તેઓને પણ જેમ ફાવે તેમ માર મારવામાં આવ્યો હતો તેથી તેઓને પણ ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાતાં પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande