જામનગર અને રાજકોટના 8 શખસોએ મોરબીના વેપારી સાથે રૂ.81 લાખની છેતરપિંડી આચરી
જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : મોરબીના વેપારી સાથે રાજકોટ અને જામનગરના દરેડ જીઆઇડીસીમાં આવેલી પેઢીના શખ્સે સંપર્ક કરીને કોપરનો 5 ટન માલ ખરીદીને રૂપીયા નહીં ચુકવીને 81 લાખની છેતરપીંડી કર્યાની 8 સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધા
ફ્રોડ


જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : મોરબીના વેપારી સાથે રાજકોટ અને જામનગરના દરેડ જીઆઇડીસીમાં આવેલી પેઢીના શખ્સે સંપર્ક કરીને કોપરનો 5 ટન માલ ખરીદીને રૂપીયા નહીં ચુકવીને 81 લાખની છેતરપીંડી કર્યાની 8 સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા સહિતની તપાસ લંબાવવમાં આવી છે.

મોરબીના ભકિતનગર પાસે આવેલ ધર્મસૃષ્ટી સોસાયટી શેરી નં. 8માં રહેતા વેપારી મિત દેવાભાઇ અવાડીયાએ ગઇકાલે પંચકોશી-બીમાં રાજકોટના એકટીવ એન્ટરપ્રાઇઝના ગોપાલ મનસુખ પટેલ, દરેડ જીઆઇડીસી ફેસ-૩ પ્લોટ નં. ૪૧૧૭, શ્રીજી એન્ટરપ્રાઇઝવાળા પરેશ દેવશી ગોહિલ, દેવીસિંહ ખેમસિંહ ખરવડ, હાફીસ, ભુપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા અને દરેડ જીઆઇડીસી સાવરીયા મેટલસ-વિનોદકુમાર બાહેદીયા નામના આઠ શખ્સો સામે બીએનએસ કલમ ૩૧૬(૫), ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આરોપીઓએ સાથે મળીને પુર્વ આયોજીવત કાવત‚ રચી અને કાવતરાના ભાગરૂપે આરોપી ગોપાલે ફરીયાદી સાથે વ્યાપારીક સબંધ કેળવીને આરોપી પરેશની સાથે સંપર્ક કરાવી ફરીયાદી સાથે વ્યાપારીક સબંધ કેળવીને તેમની સાથે પેઢીનો ટ્રેડ એગ્રીમેન્ટ કરી ફરીયાદી વેપારી પાસેથી મિલબેરી પ્રકારના કોપરનો 5 ટન માલ જે ૧ કીલોનો ભાવ ૧૩૭૧ લેખે કુલ કિ. ૮૧.૦૪.૧૨૩ જીએસટી સહિતનો ખરીદ કરીને તેના રૂપીયા નહીં ચુકવવાની ગણતરીએ ફરીયાદીને પેમેન્ટ ચુકવી આપવાના વાયદાઓ કરવામાં આવતા હતા.

આરોપીઓએ પેમેન્ટ નહી ચુકવેલ અને તે માલ ઉપરાંત તમામ આરોપીઓએ સાથે મળી સગેવગે કરી ફરીયાદી સાથે વ્યાપારીક વિશ્ર્વાસઘાત કર્યો હતો. દરમ્યાનમાં મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે. જયાં ઉપરોકત શખ્સો સામે કાવતરૂ રચી માલનું પેમેન્ટ નહી આપી વિશ્વાસઘાત કર્યાની આઠ સામે ફરીયાદ કરવામાં આવતા પીઆઇ વી.જે. રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ચિટીંગનો મામલો પોલીસ દફતરે પહોચતા કારખાનેદારોમાં ચકચાર વ્યાપી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande