પોરબંદરમાં 5 માથાભારે શખ્સને પાસા હેઠળ જેલ ભેગા કરી દીધા.
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં ગુનાખોરીને લઈને પોલીસે હવે ‘માથાભારે બનશો તો જેલના સળિયા પાછળ જવું પડશે’ તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા અને મારામારી-ધાકધમકી જેવા ગુનાઓમાં સંડોવાયેલા પાંચ ઇસમો સામે પોલીસે PASA
પોરબંદરમાં 5 માથાભારે શખ્સને PASA હેઠળ જેલ ભેગા કરી દીધા.


પોરબંદરમાં 5 માથાભારે શખ્સને PASA હેઠળ જેલ ભેગા કરી દીધા.


પોરબંદરમાં 5 માથાભારે શખ્સને PASA હેઠળ જેલ ભેગા કરી દીધા.


પોરબંદરમાં 5 માથાભારે શખ્સને PASA હેઠળ જેલ ભેગા કરી દીધા.


પોરબંદરમાં 5 માથાભારે શખ્સને PASA હેઠળ જેલ ભેગા કરી દીધા.


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં ગુનાખોરીને લઈને પોલીસે હવે ‘માથાભારે બનશો તો જેલના સળિયા પાછળ જવું પડશે’ તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા અને મારામારી-ધાકધમકી જેવા ગુનાઓમાં સંડોવાયેલા પાંચ ઇસમો સામે પોલીસે PASAનો કાયદો લગાવી તેમને જેલભેગા કરી દીધા છે. કિર્તીમંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમો સામે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા અને ગુનાખોરીને વેગ આપતા તત્વો સામે કોઈ નરમાશ ન દાખવવાની પોલીસની નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ અસામાજિક તત્વો સામે PASA હેઠળ કાર્યવાહી માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. પરમારે જરૂરી વિગતો અને ગુનાઓના આધારે પાંચેય સામે PASAની દરખાસ્ત તૈયાર કરી હતી. દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્તને મંજૂરી આપીને પાંચેય ઇસમો સામે PASA વોરંટ ઈશ્યુ કર્યા હતા. વોરંટ ઈશ્યુ થતાં જ LCBના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરીયાની ટીમે કાર્યવાહી હાથ ધરી પાંચેયને ઝડપી લીધા હતા. PASA વોરંટની બજવણી કર્યા બાદ પાંચેયને અમદાવાદ, વડોદરા અને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આમ, પોરબંદરમાં ગુનાખોરીના જોરે દાદાગીરી ચલાવતા તત્વો સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે. PASA હેઠળ જેલભેગા કરાયેલા ઇસમોમાં અજીમ યુનુસભાઈ કાદરી (33), ઈમ્તીયાઝ હારૂન સીપાઈ (36), શકીલ યુનુસભાઈ કાદરી (28), સમીર યુનુસ કાદરી (31) અને યુનુસ એહમદઅલી કાદરી (55)નો સમાવેશ થાય છે.પોલીસની આ કાર્યવાહીને પગલે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થા સાથે ચેડાં કરનાર તથા વારંવાર ગુના આચરનાર ઇસમો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande